મારા વિશે

સાઈટની મુલાકાત લેનાર અને પ્રતિભાવ આપનાર સર્વે ભાવકોનો આભાર. અવારનવાર મુલાકાત લેતા રહેશો એવી અપેક્ષા.
– માધવ રામાનુજ

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

સર્જનયાત્રા માણો: http://madhavramanuj.com/sarjan/


– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

શ્રીમાધવ રામાનુજને આજના યુગને અનુરૂપ માધ્યમ દ્વારા આપના કમ્પ્યુટર સુધી પહોંચાડવામાં પ્રેરકબળરૂપ અમદાવાદના જાણીતા કવયિત્રી રૂપલ પટેલનો હાર્દિક આભાર, તેમજ આ અંગે સહયોગ આપવા બદલ પોરસ પટેલનો પણ હાર્દિક આભાર.
– ચિરાગ પટેલ (http://rutmandal.info)

59 Responses to મારા વિશે

 1. Chirag says:

  ઘણું જ સ્તુત્ય પગલું. ઈન્ટરનેટ નાં ઘૂઘવતા મહાસાગરમાં તમારું હાર્દિક સ્વાગત છે.

 2. nilam doshi says:

  welcome..sir, on this beautiful net world…we will like to enjoy yr beautiful writings here…thanks for it…

  will always like to read your poems and all yr writings…

  http://paramujas.wordpress.com

 3. nilam doshi says:

  welcome sir, in this beautiful net world…we will like to read and enjoy yr beautiful wriitngs here…thanks a lot for it.
  i will always like to read yr poems and all other writings too…

  http://paramujas.wordpress.com

 4. કલાને વરેલી એક વૃક્ષ નહીં પણ વટવૃક્ષ જેવી બહુમુખી પ્રતિભા, શ્રી માધવ રામાનુજની લાં……..બી
  અને વધામણીની હક્ક્દાર ગણી શકાય એવી કાર્યસરણી,કાર્યદક્ષતા અને કાર્ય પ્રત્યેની સમર્પિતતા આ
  બધાને સો સો સલામ.
  અને
  માતૃભાષાના હિલ્લોળતાં બ્લોગ જગતમાં હાર્દિક સ્વાગત.

 5. મારા પૂર્વકાલીન ( મારા કરતાં એક દાયકા પહેલા જન્મ્યા અને લખતા થયા હતા તેર્થી હું સમકાલીન
  નથી કહી શકતો.) કવિનુ નવા ઇલેક્ટ્રોનિક સ્વરુપમાં સ્વાગત છે
  ગઈ ક્ષણ સુધીમાં
  વૃક્ષના પડછાયાની ટોચ સુધી
  વિસ્તરીને
  ધૂળમાં ભળી જતાં પગલાં
  મેં ઓળખ્યાં છે.
  હજુંતો પગલાં માંડ્યા છે, ક્યારે ધૂળમાં ન મળે તે અભ્યર્થના અને ઘણું નથી વાંચી શક્યો તે વાંચવા અને અનુવાદ કરવા મળે તે અપેક્ષા છે, ચિરાગ કવિને મારી સામે મુકવા બદલ આભાર.

 6. તમારા વિશે ….
  http://sureshbjani.wordpress.com/2007/05/28/madhav_ramanuj/

  અને

  http://sureshbjani.wordpress.com/2007/05/28/madhav_ramanuj_study/

  અને મને સૌથી વધારે ગમતી તમારી કવિતા

  http://layastaro.com/?p=૪૫૬

  નેટ જગતને તમે નવા જમાનાના શક્તિમાન સાધન તરીકે ઓળખ્યું , એ અમારો આનંદ .

  ભલે પધાર્યા કે સુસ્વાગતમ…..

 7. pragnaju says:

  આંખો નમ કરે….
  યાદ
  હું એને મેળવવા હાથ લંબાવું છું પણ
  એ હાથનું મૂલ્ય નથી. કારણ કે વિધાતાના હાથ
  વધુ લાંબા છે
  તો પણ જ્યારે હાથ લંબાવું છું ત્યારે
  શરીરમાં ધ્રુજારી પેદા થાય છે. અને પછી
  હું આંખો બંધ કરી લઉ છું. મારા સપનાને
  મારા દિલમાં જકડી લઉ છું
  અને હું એની રાહ જોઉ છું. જે અત્યારે છે નહીં
  પણ આવશે. જરૂર આવશે. જડાઈ જશે…
  ૧૯૯૪ના સપટેંબર,,,
  અમારી પૌત્રી નેહા અકસ્માત
  .માથુ હેડલાઈટમા
  ધડ તડફડે રક્તમા તરબોળ..
  બિસ્મીલને થામ લીયા બિસ્મીલકો

 8. અરે વાહ, આપની વેબસાઈટને શરૂ થતી જોઈને ખૂબ આનંદ થયો, ખૂબ સ્વાગત છે નેટના આ સભર સક્ષમ માધ્યમમાં…..

 9. આપના પગલા નેટ પર હોવા એ અમારા બ્લોગરોનું સદભાગ્ય..
  ..

 10. આવડું મોટું ખમતીધર નામ છાપતાં કોમ્પ્યુટર ધ્રૂજી ગયું હશે.
  અહો આનંદમ,અહો આનંદમ!

 11. કલ્યાણી વ્યાસ says:

  ખુબજ આનંદ થયો તમારું નામ નેટ જગતના પાના પર જોઈનેૢ. અમારા પાઠય પુસ્તકોમાં વાંચી છે તમારી કવિતાઓ અને ત્યારથી મારા મનપસંદ કવિઓમાં તમારું સ્થાન અતુટ રહ્યું છે. ચિરાગનો આભાર કે લિંક મુકીને અમોને તમારા કાવ્યજગત સુધી પહોંચાડ્યા. આશાછે કે અમોને અહીં અવિરત તમારા કાવ્યના આસ્વાદ માણવા મલ્યા કરશે.

  ખુબ ખુબ સ્વાગત છે.

 12. અશોક કૈલા says:

  નમસ્તે ,
  આપના બ્લોગની શરૂઆતને ખુબ ખુબ શુભેચ્છા.
  નવોદિત કવિઓ અને લેખકોને આપની રચનાઓનો આસ્વાદ અવિરત મળતો જ રહે તેવી જ અભ્યર્થના.
  http://www.sabrasgujarati.com
  +91 98257 79718

 13. અમે ખરેખર ખુશ છીએ . છેવટે કેપ્ટન બેટ લઈને મેદાનમાં , સોરી , કવિ શ્રી. માઉસ લઈને
  ઈંટરનેટના વિશ્વમાં આવી ગયા છે જેનો અમને ખૂબ આનંદ છે. કિડનીના દર્દીઓની સાથે
  હાર્ટના દર્દીઓને પણ આપની જરૂર છે..! મુકેશ પટેલ , તંત્રી, અનુપાન

 14. hans says:

  દેઅર સીર,
  ઈ મિસ્સ ઉ તૂ મુચ બેકાઉસે ઓફ ય્પું ર રેઅલ્લ્ય ગ્રેઅત. વહેણ ઈ વાસ ઇન ઇન્ડિયા. ઈ વાસ ડીએ હેઅર્ત ઓફ યોઉર ફન. પર્તીચુલાર્લ્ય ઈ લોવે થાત ગ્રેઅત ૧) Gokul ma કોકવા. ૨).Ek vaar yamuna માં. ૩) Aandar to એવું. ૩). Gheli ગોવાલણ. ૪). Sagapan સંભાર્યુય. ૫).Saiyar તારા. ૬) Mala ma farkyu વેરણ. ૭) Eva aa હસ્તાક્ષર.
  ઈ સ્તીલ્લ એન્જોયિંગ થીસ અલ્લ સોંગ એવેર્ય્દ્ય ઇન મય ઓફ્ફીચે અસ વેલ્લ અત મય હોમે સો ઈ વંત તો સં યોં સો મુચ થાનક યોં ફોર માંકીંગ વેરય નીચે કાવ્યસંગ્રહ.
  માધવ સાહેબ જો તમે ઔસ્ત્રલિયા આવો તો ચોક્કસથી મારા ઘરે આવજો. ઈ વિલ્લ બે વેરય હેપ્પી.
  યોઉર્સ ફીથ્ફૂલ્લ્ય chahak,
  હંસ પટેલ
  અદેલીડે, ઔસ્ત્રલિયા.

 15. niranjan yagnik says:

  માધવ,
  આ રીતે પણ મળીને આનંદ થયો
  -નિરંજન યાજ્ઞિક

 16. Dipak Raval says:

  પ્રિય માધવભાઈ,
  તમારી વેબ site જોઈ. બહુજ ગમ્યું. તમારા સૌ ચાહકો , સ્થાનિક અને વૈશ્વિક, તમારી નજીક આવી શકશે. તમારી આત્મકથા ની વાટ જોઉં છું. હવે બહુ રાહ નહિ જોવાડાવો એવી અપેક્ષા.
  દીપક ના વંદન

 17. viral says:

  i love your poems very much

 18. Vijay Shah says:

  અભિનંદન.
  વેબ ઉપર આપની હાજરી, આપનું સાહિત્ય અને આપનું નવું સર્જન વિશ્વભરના ગુજરાતી ઓ માણી શકશે

 19. આ તો શમણાનો રે તહેવાર્… ભાઇ……. !!
  મુમ્બઈ ફરી આવો એની રાહ… અને શક્ય હોય તો મનાલી શિબિર…

  વિચરતા વિમુક્ત સમુદાય માટે બાપુની કથાની તારીખ નક્કી થાય ત્યારે જણાવજો

  ડો. ત્રિવેદીને સ્નેહ-સ્મરણ..

  …હિમાંશુ

 20. પ્રિય માધવકાકા,
  “પાસ પાસ તોય કેટલા જોજન દુર નો આપનો વાસ…”
  આવુજ કઈક આ વેબની દુનિયાનું ગણિત છે….
  પણ પાસે નો ભાસ પણ જીવન માં જોશ અને હોશ ભરે છે…
  વેબ ની દુનિયા માં આપનું સ્વાગત અને અમારો આનંદ…

 21. Nilesh Vyas says:

  વાહ, અંતે તમે પણ મેદાન માં ઉતર્યા. આપની આત્મકથાનાં આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું

 22. ravi says:

  congratulations.
  i m also interested in બોથ થe કિન્ડ ઓફ activities you are involved with….વીઝ art and disease/health.
  i m cancer surgeon and interested in social work too. looking for something from you if u can do for cancer patients.
  feel free to talk with me +91 9998213622

 23. સરસ વેબસાઈટ. નવા માધ્યમથી આપણા સાહિત્યકારો આ રીતે સમગ્ર વિશ્વમાં વસેલા ગુજરાતીઓ સુધી પહોંચતા થયા છે એ નર્યા આનંદની વાત છે. ભવિષ્યમાં આનું દ્સ્તાવેજી મૂલ્ય પણ અનેરું રહેશે.

 24. purnima thaker dhorajiwala says:

  માધવ જી પાસે થી ઘણું શીખવા મળ્યું છે. જયારે ઇન્ડિયા હતી ત્યારે તેમને મારા પેન્ટિંગ , કવિતા વિષે થોડું વિવરણ કરેલ…હજુ. પણ તેમને યાદ કરું છું ..કવિતા લખું છું, ચિત્રો બનવું છું…મારી કવિતા હાલ મેં યુ કે ના ગુજરાત સમાચાર માં છપાય છે….હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું,

 25. Pinki says:

  ગુજરાતી નેટ જગતમાં આપનું હાર્દિક સ્વાગત !

 26. ચાંદસૂરજ says:

  અભિનંદન ! વેબસરિતામાં આપની નાવડી સરકી તો સ્વાગત કરી એના વિહારનો આનંદ માણવા તૈયાર !

 27. Dr. Dinesh O. Shah says:

  પ્રિય માધવભાઈ,
  ખુબ ખુબ અભિનંદન! આપની વેબસાઈટના લીધે આપનો કોન્ટેક કરવો સહેલો રહેશે! જીવનના સમુદ્રમંથનમાંથી મળેલ અમૃત આપ સૌને વહેચો તેવી શુભેચ્છા! હવે વર્ષના છ મહિના હું નડિયાદ માં રહું છું તો મળવા જરૂર પ્રયત્ન કરીશ.
  ડો દિનેશ ઓ શાહ, ધર્મસિંહ દેસાઈ યુનીવર્સીટી, નડિયાદ, ગુજરાત, ભારત

 28. jayesh vagdoda says:

  આદરણીય સર ,હું આપનો સી. એન. નો ૧૯૯૩-૧૯૯૮ નો શિષ્ય છું આપના દર્શન ઈન્ટરનેટ ના માધ્યમ થી થયા અને હું ધન્ય થઇ ગયો.

 29. SANAT DAVE says:

  પ્રિય.. માધવસર, સંબોધન થોડું વિચિત્ર લાગતું હશે.. આજે ડીડી પર કવિ સંમેલન માં તમને માણ્યા.. સી. એન. છોડ્યા ને આજે ૨૭ વરસે આપને નેટ દ્વારા મલવાનો અવસર મળ્યો ખુબ ખુશી થઇ … આજે સુરતના એક પ્રતિષ્ઠિત ન્યુસપેપરમાં સારી પોસ્ટ પર નોકરી છે. પરિવાર સાથે સુખી છું. ફુરસદ મળે તો પ્રત્યુત્તર આપશો તો અહોભાગ્ય માનિસ …એજ..સનત દવે ..

 30. ila jayswal says:

  ચિરાગભાઈ, kavita સર ના આવાજ માં રેકોર્ડીંગ કરાયેલી છે તો ઔદીઓ સાથે મુકો તો સારું!

  • admin says:

   આભાર ઇલાબેન. તમારી પાસે જો ઓડિયો હોય તો મને આપશો જેથી અહી મૂકી શકું.

 31. Hiral Vyas says:

  તમને ટીવી પર જોયા છે, સાંભ્ળ્યા છે. છાપામાં બાળવાર્તાઓ પણ વાંચી છે ને સાથે સાથે તેની સાથે દોરેલા તમારા જ ચિત્રો પણ. હવે અહીં તમને માણતા રહીશું

 32. સીમા બારાઈ વખારિયા says:

  કવિશ્રી માધવ રામાનુજજી,
  નમસ્તે !
  ઇન્ટરનેટની દુનિયામાં આપના અક્ષરદેહે જોઈ સાનંદાશ્ચર્ય પામી !
  ખૂબ ખૂબ અભિનંદન !
  હું એક ગુજરાતી શિક્ષક છુ. આપના કાવ્યોને માત્ર એક શિક્ષકની દ્રષ્ટિએ નહીં પણ એક સહૃદયીની આર્દ્રતાથી સંવેદ્યા છે. એમાએ આપનું એક કાવ્ય ‘એક એવું ઘર મળે’ ના શ્રવણમાં જે હૂફ મળે છે તેખરેખર માના ખોળાની યાદ અપાવે છે.
  અમારી શાળામાં તો આપના આ ગીતને પ્રાર્થનાનો દરજ્જો મળ્યો છે. મારા હૃદય પર એ ગીતની એવી અમીટ છાપ છે ,કે ગત સપ્તાહે અમારી સાલમાં માતૃભાષા સપ્તાહ તરીકે ઉજવાયું જેના કાર્યક્રમમાં મને આજ ગીત પરથી માતૃભાષાનું ગૌરવ કરતું ગીત લખવાની સ્ફુરણા થઈ.
  આસાથે મે લખેલું ગીત પ્રસ્તુત છે. પ્રતીભાવ રૂપ આપના બે શબ્દો પણ મારા માટે પ્રસાદી/આશીર્વાદ રૂપ બની રહેશે.
  એક કાવ્ય ભાવક
  સીમા બારાઈ વખારિયા
  એક એવી હોય ભાષા …..
  એક એવી હોય ભાષા જ્યાં મારી સંવેદનાઓને હું વ્યક્ત કરી શકું,
  એક એવી હોય દુનિયા જ્યાં મારી કલ્પના સંગાથે હું વિહરી શકું.
  એક હોય એવું કવિત કે જ્યાં મારા સ્પંદનોના કોકિલ કૂજન કરી શકે,
  એક એવું આમ્રવન કે જ્યાં મારી સ્ફુરણાઓની મંજરી મહેકી ઊઠે.
  એક એવી હોય ભાષા……
  એક બસ એકજ હોયે એવી વાણી ઊર્મિઓ ઉરની જેમાં ઊચરી શકું,
  શબ્દોના ભરમારને ભૂલી અને નાદ બ્રહ્મનો હું ત્યહી પામી શકું.
  એક એવી હોય ભાષા …..

 33. સીમા બારાઈ વખારિયા says:

  શ્રી માધવ રામાનુંજ્જી
  આ પહેલા મેં તારીખ 28 ફેબ્રુઆરીએ આપને એક comment પોસ્ટ કરેલ છે. પરંતુ આપના તરફથી કશોજ પ્રતિભાવ નથી. હું સમજી શકું છુ કે આપના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢવામાં આપને મુશ્કેલી પડતી હશે પરંતુ
  મારા માટે આપનો પ્રતિભાવ અમૂલ્ય હોય, પ્રતિભાવ પાઠવવા નમ્ર અરજ,
  લિ. એક સહૃદયી
  સીમા બારાઈ વખરિયા

 34. Jayswal Ila says:

  belated happy birthday sir

 35. aejaz saiyed says:

  મામા, ખુબ ખુબ અભિનંદન
  આપના વિદ્યાર્થી હોવાનો ખુબજ ગર્વ છે

 36. Vijay Manilal Mistry says:

  આ ઘણો સારો પ્રયાસ છે. મારી પાસે એક લેખ ની કોપી છે, જેમાં શ્રી લક્ષ્મણ વર્મા વિષે થોડી માહિતી આપી છે, જે સ્મરનિકા – લલિત કળા અકાદમી , લે. શ્રી માધવ રામાનુજ ના લેખ ના સંદર્ભ, તો આ વિષે વધુ માહિતી ક્યાં થી મળશે? તે જણાવવા વિનંતી.

 37. Nileshkumar N Ramanuj says:

  જય સીતારામ

 38. જીજ્ઞેશ બ્રહ્મભટ્ટ says:

  પ્રિય કવિશ્રી,
  આપને અહીં જોઈ-વાંચી આનંદ..આનંદ…
  હમણાં જ ‘પિંજર….’ વાંચી. સંપૂર્ણ વ્યક્તિચિત્ર જોયાની અનુભૂતિ..
  થાય છે, અહી આપના ચિત્રો કેમ નહિ?
  મુકશો?

 39. ila jayswal says:

  પાસ પાસ હોવા છતાં જોજન દુર હોવાની પીડા તો અનુભવે જ સમજાય sir !

 40. ila jayswal says:

  congratulations on recieving Narsinh mehta award!!

 41. mukesh says:

  મહેરબાની કરીને તમે મને હળવે હળવે હાથે ઉપાડ જો રે ની લીંક મોકલ્સો

 42. YOGESH.K.BHATT 'ADAM' says:

  માનનીય અને વંદનીય શ્રી માધવ રામાનુજ સાહેબ,

  નમસ્કાર !
  સૌ પ્રથમ આપ શ્રી ને “નરસિંહ મેહતા પુરસ્કાર બદલ ખુબ ખુબ હાર્દિક અભિનંદન આપના આ એકલવ્ય વિદ્યાર્થી તરફ થી સ્વીકારશો. આપની કવિતાઓ અને લેખો ના અમી છાંટણા અને ચિત્રકામ ના રંગો ની છાંટ ગુજરાતી સાહિત્ય અને સમાજ તથા અમ જેવા રુચિકર વાચકો તથા કલાકારો ને તેનો લાભ મળતો રહે તે માટે અંતર થી પ્રાર્થના.આપ શ્રી ને એક નમ્ર વિનંતી કે શક્ય હોય તો આપ નું સરનામું તથા સંપર્ક મને મોકલવા વિંનતી છે, કારણ કે આપ શ્રી ને સાહિત્ય અને ચિત્રકામ બંને પરત્વે આપનું માર્ગદર્શન લેવા ની હાર્દિક ઈચ્છા અને આપની અનુમતિ ઇચ્છુ છું.મારા એ-મીલ સરનામે આપ શ્રી મોકલશ તો ખુબ ખુબ આભાર.

  આપનો એકલવ્ય એવો વિદ્યાર્થી ,
  યોગેશ ભટ્ટ ના પ્રણામ.

 43. raval ashish says:

  કીમ છો

  ??

 44. esteemed madhavbhai,
  i have heard a lot about u. would be happy to meet u personally.
  u have excelled both in social and proffessional life.
  congrats for N.M. award.

 45. તમે પણ મારી જેમ ૧૯૪૫ માં જન્મયાં છો, એ જાણીને આનંદ થયો. તમારું સર્જન વાંચવાની મજા આવશે.

 46. Sneha Patel says:

  Hello..
  I have visited your site ,you are doing well..design and arrangements are really fantastic..
  Here I am to inform you that you can add up your income (Up to 10,000/per month and more).
  Our organization Kachhua is working to help students in their study and you can join with us in this work. For that visit the page
  http://www.kachhua.com/index.php/page/Webpartner-42.html

  For further information please contact me.

  Sneha Patel
  Webpartner Department
  Kachhua.com
  Watsar Infotech Pvt Ltd

  cont no:02766220134
  (M): 9662523399(office time;9 AM to 6 PM)

  Emai : help@kachhua.com

 47. Nilesh Dholakia Phone : 9426601929 says:

  મળવા જેવા, ખરા અર્થમાં “માણસ”….!
  ફળદાયી વૃક્ષ ઝુકેલું જ રહે તેવા, ઝમીન પરનો આત્મા, નમ્ર, મૃદુભાષી, હમેશા મદદ માટે તૈયાર રહેતા “ઇન્સાન”…
  સૈકાઓમાં ભાગ્યેજ પાકતા “રાતના” જેવા મુરબ્બી શ્રી માધવ રામાનુજ સાહેબને વંદન, સ્પંદન, અભિનંદન !!!

 48. Nilesh Dholakia Phone : 9426601929 says:

  મળવા જેવા, ખરા અર્થમાં “માણસ”….!
  ફળદાયી વૃક્ષ ઝુકેલું જ રહે તેવા, ઝમીન પરનો આત્મા, નમ્ર, મૃદુભાષી, હમેશા મદદ માટે તૈયાર રહેતા “ઇન્સાન”…
  સૈકાઓમાં ભાગ્યેજ પાકતા “રતન” જેવા મુરબ્બી શ્રી માધવ રામાનુજ સાહેબને વંદન, સ્પંદન, અભિનંદન !!!

 49. Nirmal C. Tundiya Mob. 9228566686 says:

  શ્રી માધવ રામાનુજજી,
  આપના વિશે જાણી, આપ ધન્ધુકા બાજુના છો તે જાણી ખુબ ગર્વ થયો.

 50. dharmesh vora (advocate) says:

  કહે છે કે તમે કોમલ રદયના કવિ છો. મારે તમારા રદયનો સ્પર્શ કરવો છે.

 51. Nirav Patel says:

  ”એક એવું ઘર જોઈએ, જ્યાં કશા કારણ વિના જઈ શકું ” મારે આ કવિતા જોઈએ છે. જો હોય તો આપવા વિનંતી .

 52. lata hirani says:

  આદરણીય માધવભાઈ,
  વર્ષોથી તમારી કવિતાઓની ચાહક છું. તમારા કવિતાસંગ્રહો ખરીદીને વસાવ્યા છે. ‘અમે કોમળ, કોમળ’ ‘જેમ કે ગગન સાવ અડોઅડ, તોય છેટાનો ભાસ’ અને બીજા કેટલાય મારા પ્રિય કાવ્યો…. હમણાથી ફેસબુક પર મૂકાતા તમારા નાનકડા કાવ્યો .સ્ક્રીન પરથી ઊઠીને આંખોમાં એવા કોમળતાથી અંજાઈ જાય છે !

  મેં જીવનના ઉતરાર્ધમાં લખવાનું શરૂ કર્યું અને તમારા જેવા મોટા ગજાના કવિને વાંચીને શીખું છું. કોમેન્ટ લખવામાં મોડી છું પણ આજે આમ જ સર્ફીંગ કરતાં તમારી વેબસાઇટ જોઈ અને હરખથી મળી લીધું. આનંદ જ આનંદ. પ્રણામ.

  લતા હિરાણી readsetu.wordpress.com

 53. Vishnu Mahant says:

  વે અરે પ્રોઉંદ ઓફ ઓઉર કોમ્મુનીત્ય.

 54. seemabarai says:

  તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૧ ના રોજ મે comment box માં રજૂ કરેલ કાવ્યનું updated version આ સાથે pest કરેલ છે.
  એક એવી છે આ ભાષા જે થકી સંવેદના મારી હું વ્યક્ત કરી શકું
  એક એવી છે આ વાણી જ્યાં મારી કલ્પના સંગાથે હું વિહરી શકું … એક એવી…o
  એક એવું છે કવન કે જ્યાં મારા, સ્પંદનોના કોકિલ કૂજન કરી ઊઠે.. (૨)
  એક એવું આમ્રવન છે જ્યાં મારી સ્ફુરણાઓની મંજરી મહેકી ઊઠે… એક એવી…o
  એક બસ એક જ છે આ એવી વાણી, ઊર્મિઓ ઉરની જેમાં ઊભરી રહે… (૨)
  શબ્દોની ભરમારને છોડી અને શબ્દબ્રહ્મને હું અહીં પામી શકું … એક એવી…o

 55. Bhagyendra Patel says:

  આપનું કાવ્ય ગીત ‘દાદાના આંગણામાં કોળેલ આંબાનું કૂણેરું તોડ્યું રે પાન’ મને ખૂબ ગમે છે.
  આપને હૃદયપૂર્વક શુભેચ્છાઓ.

 56. kaushik vrajlal mistry says:

  સર,
  આપણી કવિતા sanghra (તમે એન્ડ અક્ષર નું એકાંત ) માં થી ખુબ સારી rachna ઓ સંગીત મય કરી છે. આપને પોહ્ચાડ વાની છે . આપનો મોબીલે નો. આપશો.

  મારો મોબાઈલ નો. છે … ૯૪૨૬૭૦૫૬૫૩.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *