ગોકુળમાં આવો તો – માધવ રામાનુજ

ગોકુળમાં આવો તો – માધવ રામાનુજ 1970

ગોકુળમાં કોક વાર આવો તો કાન,
     હવે રાધાને મુખ ના બતાવશો;
ગાયોનું ધણ લઈને ગોવરધન જાવ ભલે,
     જમુનાને કાંઠે ના આવશો…

તાંદુલની પોટલીએ પૂનમની રાત
     ભલે બાંધીને આવો ગોકુળમાં,
અડવાણે નૈં દોડે કોઈ અહીં,
     વિરહાનાં રાજ નહિ જીતો ગોકુળનાં;
સમરાંગણ તમને તો શોભે હો શ્યામ,
     વગર હથિયારે ત્યાં જ તમે ફાવશો !

પાંદડે કદમ્બના, પાંપણની ભાષામાં,
     લખી લખી આંખ હવે ભરીએ;
જમનાનાં જળ, તમે દેજો હાથોહાથ
     માધવને દ્વારકાના દરિયે :
લખિતંગ રાધાના ઝાઝા જુહાર…
     શ્યામ, અંતરમાં ઓછું ના લાવશો !

( તમે : 08 )

This entry was posted in કાવ્ય, તમે, માધવ રામાનુજ. Bookmark the permalink.

5 Responses to ગોકુળમાં આવો તો – માધવ રામાનુજ

  1. Chirag says:

    આ કાવ્યમાં રાધાની માનસિકતા આબેહુબ વ્યક્ત થઇ છે. શ્યામ એકવાર વૃંદાવન છોડ્યા પછી પાછા ફર્યા હોય એવું જાણમાં નથી, એટલે રાધા જે કટાક્ષ કરે છે એ શ્યામને અડ્યા તો હશે જ.

    આ મુજબનું મારું પણ એક કાવ્ય છે જે રજુ કરવા માંગુ છું: http://rutmandal.info/guj/2009/08/samvaad/

  2. rudraprasad bhatt says:

    આ ગીતને પુરિયા ધનાશ્રીમાં મેં સ્વર બદ્ધ કર્યું છે, લિખિતંગ રાધાના જાજા જુહાર શ્યામ ગાતા આંખ ભીની થઇ જાય છે.હળવે તે હાથે ઉપાડજો રે ગીત બૈરાગીમાં સ્વરબદ્ધ કર્યું છે,બસ મારા નિજાનંદ માટે.મન ઉદાસ હોય ત્યારે આ ગીતો એકલો એકલો ગાઉ છું . કવિશ્રીના દિલના ભાવ ઉકેલવા હજુ હું ખુબ નાનો છું.આ બીજું ગીત ૧૯૭૦ થી સ્વરબદ્ધ કર્યું છે, હજુ મને પુરતો સંતોષ નથી .

    • Chirag says:

      રુદ્રપ્રસાદભાઈ, તમે એ ગીત અહીં મુકવા માટે શૅર કરી શકો?

  3. આ કાવ્ય મને બહુ જ ગમ્યુ જયારે આપનાં મુખે પહેલી વખત સાંભળેલુ.
    ગઇકાલ દિનાંક ૨૭/૧૨/૨૦૧૧ ના રોજ જ્યારે કાંકરીયા કાર્નિવલમાં આ કાવ્ય પર આધારિત એક ગરબાનુ આયોજન થયુ ત્યારે તો મારું મન મોર બની થનગાટ કરવા લાગ્યુ.

  4. Ila jayswal says:

    એકવાર ગોકુળમાં આવ્યું તું પુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>