પાદરમાં – માધવ રામાનુજ

પાદરમાં – માધવ રામાનુજ   ૧૯૭૦

એક વાર નીંગળ્યું’તું ફળફળતું  લોહી,
હવે નીંગળતા સિંદૂરના રેલા !
અમે પાદરમાં ઝાટકે ખરેલા !…

વાયરાને રોકટોક હોય નહીં કોઈ,
હોય મોજાંને કાંઠાની ભીંત,
ઊડ્યા, ભેળું જ મળે આભ એક પંખીને
પથ્થરથી આઘી એ પ્રીત;

પથ્થરમાં કાયાનો લઈને ઉઘાડ
એક વડલાની ભીંતને વરેલા !
અમે પાદરમાં ઝાટકે ખરેલા !…

પરબારા જાય પંચકલ્યાણી સૂરજના
ખેરવતા કિરણોની ધૂળ,
અમ-થી ઊગેય નહીં કાળમીંઢ અંધારાં
ખોડેલાં નીંભર છે મૂળ;

ભાંગેલાં કોડિયાંના ડાયરા વચાળે, હવે
ઢોળાતા ઘૂંટ-જે ભરેલા !
અમે પાદરમાં ઝાટકે ખરેલા !

(તમે : ૨૯)

This entry was posted in કાવ્ય, તમે, માધવ રામાનુજ. Bookmark the permalink.

3 Responses to પાદરમાં – માધવ રામાનુજ

  1. jjugalkishor says:

    આનું નામ કાવ્ય ! ખાંભી થઈને ખોડાઈ ગયેલા વીરલાઓની વાતને કેવા શબ્દો ને કેવો લય મળ્યો છે !!

  2. અદ્વિતિય કલ્પનો અને એવીજ પ્રવાહિતતાથી તરબતર ભીતરના ભાવને ઉજાગર કરતું ગીત…..
    સલામ કવિને અને કવિના સર્જન વિશ્વને…..

  3. Ramesh chauhan says:

    કર્યો ઘરોબો જાતથી એક દિવસે એકાંતમાં

    ભેટી ગયા ખુદથી અને ,ડર્યા પછી એકાંતમાં .

    અગણિત ચઢે છે ચઢાવા ,મસ્જીદ અને મંદિર મહીં ,

    ભૂખ્યા રડે છે દ્વાર પર , ઈશ્વર પછી એકાંતમાં .

    પર્ણો ખરતાં ખરતાં જોઈ ચમનના , પાનખરના વાયરે ,

    હસતી વસંત ઉપર હશે,મૌસમ પછી એકાંતમાં .

    ફાટે કદી તો ખાય ગોથા , જીવનના આકાશ પર ,

    આકાશ આંબી સ્થિર થાય , પતંગ પછી એકાંતમાં .

    હાથો બની કાપે છરી , નિર્દોષને જી જાનથી ,

    રડતી હતી રક્ત લાલથી, ખૂણે પછી એકાંતમાં …….રમેશ ચૌહાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>