૧૦૦મી રેંટિયા બારસે – માધવ રામાનુજ

૧૦૦મી રેંટિયા બારસે – માધવ રામાનુજ  ૧૯૬૯

તમારા જન્મને
સો વર્ષ પૂરાં થઈ જવા દઈને
તમે ચીંધેલ રસ્તે ચાલવાના કૃત્યનું
પ્રાયશ્ચિત્ત, આજે -
તમારા જન્મને સો વર્ષ પૂરાં થવા દઈને કર્યું.

છાંટી અમારા લોહીથી
ધોયું અમે સઘળું.
તમે ચાલ્યા હશો એ ધૂળમાં
પગલાં તમારાં કૈંક જે ભૂંસ્યા વગરનાં :
ધોઈ નાખ્યાં !

રાખને ફૂંકી ચિતાની
ને ઘરોઘર પેટવી બળતાં સ્મશાનો
તાપવા બેઠાં.

અમારે તો
હજી કૈં કેટલું બાકી હતું …
પણ કોણ જાણે કેમ તે
ડોસો દધીચિ આજ
શસ્ત્રો આપવાની ના ભણી બેઠો !
અમારો દેવ જેવો વેશ
એ પામી ગયો !
થંભાવાનું ના બન્યું આ વ્હેણ
પાણી વહી ગયાં.

રાતે
તમારા આશ્રમે
ઝાંખા થતા દીવે
નદી સાબરમતી પ્રજળી રહી;
કાંઠે ઝળૂંબી નગર
મૂંગાં હિબકાં ભરતું રહ્યું !

(તમે : ૩૭ )

This entry was posted in કાવ્ય, તમે, માધવ રામાનુજ. Bookmark the permalink.

2 Responses to ૧૦૦મી રેંટિયા બારસે – માધવ રામાનુજ

  1. rudraprasad bhatt says:

    उगा सूर्य कैसा कहो मुक्ति का ये, उजाला करोडो घरो में न पंहुचा,
    खुला पिंजरा है मगर रक्त अब भी थके पंछिओं के परोंमे न पहुंचा |
    न संयम व्यवस्था न एकात्मता है भरी है मनोमे अबी तक गुलामी,
    वही राग अंग्रेजियत का अभी तक सुनाते बड़े लोग नामी गरामी,
    लुढ़कती मदिर जिंदगी की लयो में अभी मुक्ति गायन स्व्रोमे न पहुचा| …..खुला
    मिला जा रहा धुल में रत्न अनगिन कदरदान अपनी कदर कर रहे है ,
    मिला बांटने जो अमिया था सभी को प्रजा का गला घोंट घर भर रहे है,
    प्रजा तंत्र की धार उतरी गगन से मगर नीर जन सागरो में न पंहुचा ……….खुला
    विन्धा जा रहा क़र्ज़ में रोम तक भी न थकते कभी भीख ले कर जगत से,
    बिछाए चले जाल जाते विदेशी मगर स्वप्नदर्शी नयन है न खुलते,
    बचा लिया देश का धन तस्करों से मगर मालिकों के करों में न पंहुचा |…….खुला
    આજે દેશની આવી પરિસ્થિતિ છે,આપણી લોકશાહી ની મજાક ઉડાવાય છે. આપણો બહુજન સમાજ ચુપ છે! આ પ્રાતઃ સ્મરણીય દધીચિને માત્ર ને માત્ર રેંટીયા બારશે યાદ કરીએ છીએ અને ઉજળા સફેદ ખાદીના વસ્ત્રોમાં રેંટીયો કાંતવાનો અભિનય કરીએ છીએ. સમાધિ ઉપર પુષ્પ ચડે છે તે પુષ્પ ખરેખર ભાગ્યશાળી છે,બહુધા સમાજના કહેવાતા ઠેકેદારો નહી. એક વસ્ત્રમાં સ્નાન માટે ચિંતિત માતા ,ભૂખ્યા સૂતા જનો , હરતા ફરતા આ જીવંત મંદિરોની ઉપેક્ષા અને મંદિરોમાં ઠલવાતું ઐશ્વર્ય .ધર્મને નામે થતા ધતિંગ, ભ્રષ્ટાચારથી ખરડાયેલા ઉપરથી નીચે સુધીના લોકો.પૂજ્ય બાપુ તમે રડતા હશો ,અમે નાલાયક છીએ સાવ નાલાયક છીએ.

  2. aejaz saiyed says:

    સાચેજ અમે જરૂર નાલાયક છીએ.
    .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>