બપ્પોર – માધવ રામાનુજ

બપ્પોર – માધવ રામાનુજ  ૧૯૬૮

સાંતીડે બપ્પોર ચડે
ને ભૂખ્યો સૂરજ
બળદ તણી ખાંધેથી ઊતરી
બાવળના કંજૂસ છાંયડે
ટીમણ કરવા જાય .

સીમને સામે કાંઠે
મૃગજળના હિલ્લોળતા વ્હેળામાં
ડૂબ્યા ગામ તણો ડહોળાઈ જતો આભાસ .

સમડીની તીણી ચીસે
તરડાઈ ગયેલું આભ
કૂવાના ઊંડા જળમાં પેસી, હજીયે કંપે .
વાગોળે વંટોળ ધૂળિયું ઘાસ !

જીભ લટકતી રાખી બેઠાં
શ્વાન સરીખાં નળિયાં
તડકાના ટુકડાને ટાંપી રહે .

ઘૂમતો શેરી વચ્ચે તરસ્યો થઈ ઉકળાટ
ટપકતા પરસેવાનું
પાણી પીવા તલસે .

( તમે : ૪૫ )

This entry was posted in કાવ્ય, તમે, માધવ રામાનુજ. Bookmark the permalink.

7 Responses to બપ્પોર – માધવ રામાનુજ

  1. Chirag says:

    ગ્રામ્ય સંસ્કારને બહુ જ સુંદર રૂપકો દ્વારા રજુ કરતુ આ કાવ્ય માધવજીની કલમ કેટલી કવિતાભીની છે એનો સહજ ખ્યાલ આપે છે.

  2. 1960થી ગુજરાતી કવિતામાં પાશ્ચાત્ય આધુનિકતાએ પગપેસારો કર્યો તેમાં અંગ્રેજી ઉપરાંત યુરોપના દેશોની
    અસરથી કવિતામાં તથા સર્જન સમગ્રમાં નવો જ વળાંક આવ્યો. આપણા પારંપરિક માળખાને ફગાવી નવી ભાષા પ્રયોજાવા માંડી.એ શરુઆત અહીં દેખાય છે.
    સમડીની તીણી ચીસે
    તરડાઈ ગયેલું આભ
    કૂવાના ઊંડા જળમાં પેસી, હજીયે કંપે .
    વાગોળે વંટોળ ધૂળિયું ઘાસ !
    અથવા
    જીભ લટકતી રાખી બેઠાં
    શ્વાન સરીખાં નળિયાં
    તડકાના ટુકડાને ટાંપી રહે……
    મેં ૧૯૭૨માં પહેલું કાવ્ય લખ્યું હતું તે ભાષા જુઓ-
    મારી કવિતા
    સાપના દાંતના પાયામાં જન્મે છે.
    પછી અમળાઇ ઉંધી થાય
    પાછી સીધી થાય,
    ખાલીખમ.
    ચીરાગ માધવ રામાનુજના અવાં કાવ્યો ગમે છે વાંચવાના, આભાર.

    • પછી અમળાઇ ૂધી થાય
      મૂળ વાક્ય આવી રીતે લખાયું હતું જ્યાં ‘ઊ’ નહ્તો વાપર્યો કેવળ ચિહ્નનો ઉપયોગ કર્યો
      હતો,વાક્ય રચના આવા પ્રયોગોથી પણ કરાઈ હતી જે પગલું નામના પોસ્ટકાર્ડ પર શરું કરેલા
      મેગેઝીનમાં જોવા મળતી હતી જેના સંપાદક તરીકે હું રહી ચુક્યો છું.

      • Chirag says:

        હિમાંશુભાઈ, આવી મજાની પુરક માહિતી માટે તમારો ખુબ ખુબ આભાર.

  3. aejaz saiyed says:

    गुरु ब्रह्मा , गुरु विष्णु , गुरु देवो महेश्वरा . गुरु साक्षात परम्ब्रह्मा , तस्मै श्री गुरवे नमः

  4. aejaz saiyed says:

    નમસ્કાર,
    गुरु ब्रह्मा , गुरु विष्णु , गुरु देवो महेश्वरा . गुरु साक्षात परम्ब्रह्मा , तस्मै श्री गुरवे नमः

  5. Rudraprasad Bhatt says:

    ગ્રામ્ય જીવન ઉનાળાની સાથે જેવું હોય તેની અદભુત કલ્પના આ કવિરાજ અદભુત રીતે કરે છે.પ્રત્યેક પંક્તિ માટે વાહ વાહ શબ્દ અનાયાસ હોઠ ઉપર આવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>