૩૦ જાન્યુઆરી … – માધવ રામાનુજ

૩૦ જાન્યુઆરી … – માધવ રામાનુજ       ૧૯૭૦ ગાંધી નિર્વાણદિન

સવારે સૂર્ય તો ઊગ્યો હતો !
મેં આંખ ચોળી ભીંત પર જોયું :
તમારા ચિત્ર નીચે
કાલનો દિવસ હતો !

દાયકાઓ વીતતાં શી વાર ?
પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે !
જેમાં,
તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે ! –
તમને નહીં ,
એ – એક ક્ષણને
કેટલું વીત્યું હશે ;
જેમાં, તમારા શ્વાસની
છેલ્લી ગતિ કંપી હશે !
એ સાંજ પણ
ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય –
જેણે એક સાથે
સૂર્ય બબ્બે આથમ્યા જોયા હશે !…
બીજી સવારે સૂર્યમાં
એ સાંજનું એકાદ આંસુ
સ્તબ્ધ થઈ ઊગ્યું હશે …
ને એ પછી ?
ને એ પછી ?
ને એ પછી ?
દાયકાઓ વીતતાં શી વાર ?

( તમે : ૪૯ )

This entry was posted in કાવ્ય, તમે, માધવ રામાનુજ. Bookmark the permalink.

3 Responses to ૩૦ જાન્યુઆરી … – માધવ રામાનુજ

 1. jjugalkishor says:

  દાયકાઓ વીતતાં શી વાર ?

  સુંદર ! ધન્યવાદ.

 2. મૃત્યુ અને માણસ હોવાની એ વિભક્ત ક્ષણ જ મહાત્મા હતી…
  એ – એક ક્ષણને
  કેટલું વીત્યું હશે ;
  જેમાં, તમારા શ્વાસની
  છેલ્લી ગતિ કંપી હશે !

 3. rohini bhatt says:

  …………………….પ્રણામ ગુરુજી………તમે , તમારું વ્યક્તિત્વ હમેશા મારા માટે આદરણીય રહ્યા ૬ઓ ……………ભગવાન તમને સદા સ્વસ્થ રાખે આવી ઈશ્વર ને પ્રાર્થના………………

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *